ઓ ભેંસ મમ્મી મારી
ઓ ભેંસ મમ્મી મારી

1 min

451
પાડી કહેતી ઓ ભેંસ મમ્મી મારી પ્યારી પ્યારી,
મને લઈ જા ખેતરમાં ઘાસ ખાવા સંગાથ તારી,
તુ મૂકીને જતી રહે છે,
મને નથી ગમતો ખીલો,
તને યાદ કરી ભાંભરીને,
મારો ચહેરો થયો વીલો,
તને હું હેરાન નહી કરું તું મારી સમજ લાચારી,
પાડી કહેતી ઓ ભેંસ મમ્મી મારી પ્યારી પ્યારી,
વગડામાં તારી સાથે ફરીશ,
દોડીશને ખાઈશ ચારો,
તારી સાથે ખાઈશ થોડું,
પણ, પ્રેમ મળશે હુંફાળો,
આ સાંકળ,ખીલોને વાડામાં મમ્મી બહુ કંટાળી,
પાડી કહેતી ઓ ભેંસ મમ્મી મારી પ્યારી પ્યારી.