નયન
નયન
1 min
211
નયનથી નયને વાત થઇ છે,
સંવાદ બધાં હવે ફીકા પડશે,
છે પ્રીત આ જો ઉંડાણ તરફ,
સાગર બધાં હવે છીછરા પડશે,
સપના છે જો હકીકત તરફ,
ખરતાં તારા હવે સાચાં પડશે,
વાવી ભીનાશ અઢળક સંબંધે,
ઉગવાના અવસર ટાંચા પડશે,
શબ્દો હવે તો હાથવગા રહેતા નથી,
ને માટે "નીલ" નયનોને વાચા મળશે.
