નવલી પ્રભાત
નવલી પ્રભાત
અરે વાહ ભાઈ વાહ, આવી આવી છે નવલી પ્રભાત રે,
નવલી પ્રભાત આવી નવલી પ્રભાત, આવી આવી છે નવલી પ્રભાત,
મંગલકારી દિવસો રે લાવી, નવી આશા ને ઉમંગો લાવી,
સુખનાં દિવસો લાવી રે, આવી આવી છે નવલી પ્રભાત રે,
સ્વાર્થની વૃતિને દૂર જ ફેંકશે, લાગણી ને સ્નેહનાં સંબંધો બાંધશે,
વિશ્વમાં શાંતિ ફેલાવશે રે, આવી આવી છે નવલી પ્રભાત રે,
રોગ શોક દુઃખને દૂર જ રાખશે, ગ્રહોની પીડા ને ભાંગી એ નાખશે,
કલેશ જૂનાં બધાં ટાળશે રે, આવી આવી છે નવલી પ્રભાત રે,
તૂટેલા સપનાઓ પૂરા એ કરશે, સંકલ્પો નવાં ઉરમાં ઉતારશે,
લક્ષોને પૂરા કરવા રે, આવી આવી છે નવલી પ્રભાત રે,
ઉછળશે આશાઓ ઉરમાં આપણને, હતાશા સમૂળગી ભાગીને છૂટશે,
અરમાનો નવલા ફૂટશે રે, આવી આવી છે નવલી પ્રભાત રે,
નૂતન પ્રવાહનો પવન ફૂંકાશે, સંસ્કારોની સરવાણી થાશે,
પૃથ્વી પર સ્વર્ગ બનાવશે રે, આવી આવી છે નવલી પ્રભાત રે.
