નવી સરકાર
નવી સરકાર
તું અને હું, ચાલ નવી સરકાર બનાવીએ,
નવો નિયમ એમાં દાખલ કરીએ,
એક ઝાડ, એક દીકરીનો ઉછેર ફરજિયાત કરીએ,
ઝાડ અને દીકરીથી સમાજનેે આબાદ કરીએ,
ગરીબ અમીર અનેે ઉચ્ચ નીચ જાતિનો ત્યાગ કરીએ,
તું અને હુ ચાલ, નવી સરકાર બનાવીએ,
નવી સરકાર, નવા નિયમો ને નવનિર્માણ કરીએ,
પશુ, પક્ષી ને જંગલોનું સંરક્ષણ કરીએ,
અનાજ, ખનીજપેદાશોનું જતન કરીએ,
હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયમન કરીએ,
આધનિક ઉદ્યોગ વિકસાવી, ગરીબી હટાવીએ,
આર્થિકતામાં દેશને સધ્ધર કરીએ,
તું અને હું ચાલ, નવી સરકાર બનાવીએ,
શિક્ષણ પદ્ધતિમાં ફેરફારો લાવી,
મળે સૌ નોકરી-ધંધા એવી જોગવાઈ કરી એવી,
હટાવી બેરોજગારી, જનતાને પગારવાળી કરીએ,
હોય અમીર કે તવંગર, સન્માનનો સૌને હક,
જીવનધોરણ સમાનતાવાળું કરીએ એકતાથી જીવીએ,
તું અને હું, ચાલ નવી સરકાર બનાવીએ,
દરેક ક્ષેત્રોમાં ફેરફારો લાવીએ,
રાજકીય, સામાજિક, વૈજ્ઞાનિક ને સૈન્યક્ષેત્ર,
નાગરિક ને સરકાર એક બનાવીને,
નવા સમાજનું નવનિર્માણ કરીએ.
