STORYMIRROR

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

નથી.

નથી.

1 min
14.1K


આવીને કોઈ આંસું અહીં લૂછતું નથી;
જાણો જો દુ:ખ;દુ:ખ બહુ લાગતું નથી.

દુર્ગમ કશો જ અર્થ નથી અંધકારનો,
નિસ્તેજ જે કશું છે કદી ઊગતું નથી.

શમણાંવિહોણી આંખ બની એજ પ્રશ્ન છે;
ચર્ચાના આ વિષયને કોઈ છેડતું નથી.

લાવો તમારો હાથ; કહું હૂંફ પારખી;
કો'હાથની કમાલ વિશે પૂછતું નથી.

"ગુણવન્ત"ને કશી જ હવે સૂઝ ના પડે;
આખોમાં લાગી આગ છતાં દુ:ખતું નથી.


Rate this content
Log in