STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

નથી હોતાં

નથી હોતાં

1 min
566

શૂન્યની રકમનાં, કાંઈ સરવાળા નથી હોતાં,

ધખધખતાં રણમાં, ફુલોનાં નઝારા નથી હોતાં,


વાગી જાય છે, શબ્દોની કટાર હૃદય ઉપર,

બાકી, મન બધાનાં આમજ કાંઈ, આળા નથી હોતાં,


ઉબડખાબડ રસ્તે, વહેવું પડે છે સરિતાને,

સંગમ સાગર તણાં એમ, સહેલાં નથી હોતાં,


ચડીને કેટલીય વાર, ચત્તાપાટ પડવું પડે છે,

શિખર સર કરવાં, કાંઈ આસાન નથી હોતાં,


'ચાહત'થી અહીં કાયમ, જીવતાં રહેવું પડે છે,

દરેક સંબંધમાં, સ્નેહનાં સરવાળાં નથી હોતાં.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ