નથી ભૂલી
નથી ભૂલી
1 min
176
નથી ભૂલી તમારા એ પહેલા સ્મિતને,
નથી ભૂલી આપણી પહેલી મુલાકાતને,
નથી ભૂલી તમારા સ્મરણીય ચહેરાને,
નથી ભૂલી આપણા માઠા ઝગડાને,
નથી ભૂલી તમારી મનાવવાની રીતને,
નથી ભૂલી આપણી તે મસ્તીને,
નથી ભૂલી તમે આપેલાં વચનોને,
નહીં ભૂલી શકું તે ક્ષણોને,
તમે આમ કેમ અચાનક ભૂલી ગયા મને,
શું છે ભૂલ મારી કહી દો એ મને.
