નરક
નરક

1 min

11.8K
મારા નામનો ખોફ કેટલો હોય મોટો
ભલેને હોય પછી નર્કનો ખ્યાલ ખોટો
દુઃખના દોઝખ ક્યાં આ જગમાં ખૂટે
કે જહાનમ નામે મર્યા પછી મઝા લૂંટે
પાપીઓને સજા આપે લઇ જમપુરી
સજ્જનો માટે બનાવી અહીં યમપુરી
કેટલા કુકર્મ કર્યે નસીબ છે કુંભીપાક
કોણ રાખે હિસાબ એ હરકતો નાપાક
ઓખર ગયા પહેલા કરે જીવતા એશ
નથી જોયા દુઃખ વેઠતા પાપીને લેશ
નર્ક પૃથ્વી પરે હોય નહિ ધન સત્તા
જિંદગી ભર અમસ્તા ખાવાના ખત્તા
મારા નામનો ખોફ કેટલો હોય મોટો
જાગીર જગમાંના સ્વર્ગ જેવો જોટો.