STORYMIRROR

Nikita Panchal

Others

4  

Nikita Panchal

Others

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું

1 min
299

વાતો કરે છે પટરાણીઓને ન્યારી,

ગોપીઓ ને રાધા આવે છે યાદમાં,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


છપ્પનભોગ લગાવે છે પટરાણીઓ,

માખણ મીસરી મારી ક્યાં ગઈ ખોવાઈ,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


સોનાનાં તારનાં પીતાંબર પહેર્યાં,

યશોદાનું દીધેલ ધોતિયું ખોવાણું,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


જાતજાતનાં મુખવાસ પીરસ્યા,

સ્વાદનાં આવે ગોકુળની માટીનો,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


સાગ સોનાનાં ઢોલીડા તે ઢાળ્યા,

માતાનો ખોળો ક્યાં જઈને ખૂંદું,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


સભાઓ ભરાય છે મથુરાનાં ચોગાનમાં,

ગોકુળની શેરીઓ ના ભૂલી ભૂલાય છે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


સાથીદારો બેસે આવીને સાથમાં,

સુદામાનો સાથ ક્યારે વિસરાસે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


રમત રમતાં આવડી જગતની,

મિત્રોનાં ગિલ્લી ડંડા નહીં રે ભૂલાશે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


વાતો વાતોમાં ઘણી વાતો રે થઈ રે,

અમીભરી આંખડી છલકે જાય રે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


લીલાઓ કીધી જગતને કાજે,

રહી ગઈ એક લીલા પોતાને કાજે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


ડૂસકે ભરાણો કાનો ઝરૂખે બેઠો રે,

ગોકુળની વાટ જોતાં પરોઢ થઈ ગઈ રે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે,

ગોકુળનો ગોવાળીયો મારો કાનો કાળીયો રે,

નંદલાલને આજે ગોકુળ સાંભળ્યું...


Rate this content
Log in