STORYMIRROR

Anil Dave

Others

4  

Anil Dave

Others

નિષ્ઠા

નિષ્ઠા

1 min
353

અહી આ જીંદગી પણ એકધારી રાખજે ઈશ્વર,

છતાં આ જાતને તું અલખધારી રાખજે ઈશ્વર.


હવે સંસારનો આ મોહ આ દિલને દઝાડે છે,

પ્રભુ આ જિંદગીને અદબધારી રાખજે ઈશ્વર.


અહી દુનિયા કપટથી છળ કરીને દર્દ આપે છે,

જગતથી જાતને તું જ ફરારી રાખજે ઈશ્વર.


ગમે તે દુ:ખ સહી જીવન અલંકારી કરવું છે,

પછી તું આમ 'નિષ્ઠા' પરમધારી રાખજે ઈશ્વર.


હવે તન્હાઈ સાથે દિલ નશામાં મસ્ત ઝુમે છે,

હવે તો ભાવનાઓને મઠારી રાખજે ઈશ્વર.


સામગ્રીને રેટ આપો
લોગિન