STORYMIRROR

Dr.Riddhi Mehta

Others

3  

Dr.Riddhi Mehta

Others

નીકળ્યો છું

નીકળ્યો છું

1 min
249

દુનિયાની સફરે નીકળ્યો છું,

જગત આખું જીતવા નીકળ્યો છું.


નથી મારી પાસે સિકંદર જેવી વિશાળ સેના,

હું છું એક સામાન્ય માનવી ને ધરતી છે જનેતા.


એક જ શસ્ત્ર છે આ મારો રમતનો બોલ,

એના સહારે હું જીતીશ આ પૃથ્વી ગોળ.


બે પાસાં એ રંગાઈ છે આ જિંદગી,

બે હાથ જોડીને કરૂં છું ખુદાને બંદગી.


દુનિયાનાં પણ છે જુદા જુદા કવચ,

પ્રેમ અને લાગણીઓના હોય છે નોખા રંગ.


ક્યાંક છે સ્વાર્થના એ ખોટા પ્રપંચ,

તો ઘરે ઘરે છેડાય પૈસાના મોટા જંગ.


આ બધાથી પર રહી હું તો જીતીશ આ જગને,

લોકો નામથી નહી કર્મથી ઓળખે છે આ માનવને.


Rate this content
Log in