નિબંધ
નિબંધ
1 min
391
કોઈ પણ વિષય હોઈ શકે છે નિબંધનો
એને ક્યાં નડે છે વળી કોઈ એવા બંધનો,
કોઈપણ વિષય પર મુદ્દાસર લખેલ લેખ
વિશ્લેષણ કરવા માટે ધર્યો છે એને ભેખ,
ઔપચારિક નિબંધ સાહિત્યનો એક સેતુ
ગૌરવ, તાર્કિક સંગઠન અને ગંભીર હેતુ,
અનૌપચારિકમાં ભળે વ્યક્તિગત તત્વ
સ્વ-સાક્ષાત્કાર રુચિઓ અનુભવનું સત્વ,
કંઇક શૃંખલા જોડવાનો કરતું હોય પ્રબંધ
વિશ્લેષણ કરવાને કંઇક તોડે છે નિબંધ,
ક્યારેક હોય નિબંધમાં અનુભવનો નિચોડ
શીખ આપવા વિગતથી પાડ્યો હોય ફોડ,
કોઈપણ વિષય પર મુદ્દાસર લખેલ લેખ,
જરૂર પડ્યે કલ્પનાનો કર્યો હોય આલેખ.
