STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

નગરની દ્વિધા

નગરની દ્વિધા

1 min
303


રોજ આખડતી બાખડતી,

નગરના મહેલની દીવાલો,

દીવાલો આટલું બાઝે ત્યાં,

માણસો શું નું શું યે કરતા હશે !

આ બધા બાખડતા થાકી જાય,

તો કોણ મનાવતુ હશે !


શહેરના ધમધમતા રસ્તા,

ને હવા વગર હાંફતા જનો,

સડ઼કોને એકાંત જોઈએ તો,

એ કોને કોને કહેતી હશે,

શૂન્યાવકાશી થીજ્યુ શહેર,

પ્રાણવાયુ ક્યાંથી લાવતું હશે !


પુરની ટંકશાળને જોઈએ,

તે ધન ક્યાંથી લાવતું હશે,

પુર લોહીલુહાણ થઇ જાય,

તો સાજુ કોણ કરતુ હશે,

શહેરના કુવા તળાવની,

તરસ કોણ છિપાવતું હશે !


ને નગરજનોને દિલ ભરીને,

પ્રેમ કોણ કરતુ હ્શે !

નગરના ચોર સુઈ જાય,

તો કુતરા કોને ભસતા હશે !

હારી થાકી મરે તો પછી,

સ્મશાનને ક્યાં દફનાવતા હશે !


Rate this content
Log in