નગરચર્યા
નગરચર્યા


નૃપ બેસી પાલખીમાં નિહાળતા નગરચર્યા,
લઈને સંગ સેવક જેને જુલમ બહુ આચર્યા,
નથી કોઈ પૂછનાર તો કરવા કેમ ના ખર્ચા,
બેરા છે કાન બેય તો ય ભાઈ સાંભળવી ચર્ચા,
પૂછ્યું પ્રધાનને ક્યમ ભાસે આ જમીનદોસ્ત,
બાદશાહ રહેમથી બન્યા ઘર તે વાયુથી ધ્વસ્ત,
રાજમાર્ગની ડાબે બનાવનાર માનીતીનો ભાઈ,
ભણી ગણીને જેણે જમણે બનાવ્યા કોઈનો ન થાઈ,
બીન પૂછયે બન્યા તે તમ હુકમથી થયા ઠાર,
પડ્યો આપ નામદાર ને કુદરતનો બેવડો માર,
કર પ્રસારી સેવકે સમજાવ્યું કેમ થયો વિનાશ,
ડાબે થયું તમ નિયમથી પણ વિજ્ઞાન નિરાશ,
જમણે તમ હુકમ બીન પણ થયું' તું સંગીન,
હુકમથી સેવકના હાથ કાપ્યા ને બધું થયું રંગીન,
ના ડાબો ના જમણો હાથ હવે કરવા ફરિયાદ,
અંધેરી નગરી ને ગંડુ રાજાની આવે છે યાદ,
નૃપ બેસી પાલખીમાં નિહાળતા નગરચર્યા,
ન્યાયની રીતથી ગાયોનું ઘાસ આખલા ચર્યા !