નેટવર્ક.
નેટવર્ક.
1 min
13.6K
મોબાઈલ
પછી રીંગ ટોન નહી વાગે.
પછી કોઈ કોલ પણ નહી થાય.
પછી બધું જ ડીલીટ.
નો મેસેજ, નો ચેટિંગ.
બધા જ ટાવર જમીન દોસ્ત.
સેટેલાઈટ સેવાઓ તો સદંતર બંધ.
આકાશવાણી, દૂરદર્શન,
ટી.વી. સ્ક્રીન બધું જ કોરૂ ધબ્બ.
બધા જ સર્વર ડાઉન પૂર્ણતયા.
કેટલાક વર્ષો એમ જ જવા દઈશ.
પુનઃ સ્નિગ્ધ, સુંવાળી બનેલી આંગળીઓ
પાણીદાર થઇ ચૂકેલી આંખો
શ્રવણક્ષમ કર્ણ અને
ફૂલગુલાબી હોઠ પરથી
તું મારૂ નામ લઈશ ત્યારે
હું બની જઈશ તારો મોબાઈલ
અને તું બની રહેશે મારુ
નેટવર્ક!
