STORYMIRROR

Punit Raval

Others

2  

Punit Raval

Others

અતીતની સ્મૃતિ

અતીતની સ્મૃતિ

1 min
14.2K


આપણે -
જ્યાં સુધી પ્રેમ તેના અતિ દિવ્ય અને પાવન મહાલયમાથી
આપણી સમક્ષ આવી અને જીવન જીવવા તરફ ઉન્મુખ કરતો નથી
ત્યાં સુધી
આનંદ માંથી પ્રગટતી શક્તિથી અજાણ રહીને
એકાંતના કોચલામાં ટૂંટિયું વાળી ને રહેવા ટેવાઈ ગયા છીએ.
પ્રેમ આવે છે,
અતીતની સ્મૃતિઓથી આનંદિત કરે છે,
પીડાના પ્રાચીન અવશેષો પણ ખૂલ્લા કરે છે.
છતાં આપણે જો બહાદૂરીપૂર્વક
આપણી ભીતર પીડાની શૃંખલા બહાર ફેંકવા તૈયાર થઈએ તો
પ્રેમ મદદે પણ આવે છે.
આપણે બહાદૂર હોઈએ તો પણ એ તો નક્કી જ કે આપણે જે કઈ છીએ
તે માત્ર અને માત્ર પ્રેમના કારણે જ,
જે સતત આપણને મુક્ત રાખે છે.
સ્વયમ બંધાઈ જઈને,


Rate this content
Log in