STORYMIRROR

Punit Raval

Others

2  

Punit Raval

Others

મોસમ

મોસમ

1 min
2.4K


પતંગિયાના રંગોમાં
રંગાઈ ગયેલી મોસમ જેવી તું
 
વસંત ઋતુમાં મારી આસપાસ ઉડાઉડ તો કર.
આવીને મને વળગી તો પડ.
 
ઈચ્છાઓ જો આમજ પૂરી થતી હોત તો...
વળગી પડવું ફરજીયાત નહોતું!
 
આંખ ખૂલતા જ ભીંતે ટાંગેલ અરીસામાંથી
એક ચહેરો બહાર આવ્યો...
અને હું ઝડપથી અરીસામાં..
ત્યાં ઋતુ જેવું કંઈ છે કે નહી તે શોધવા.
 
એ બહાર – હું અંદર
વચ્ચે પતંગિયાના રંગોથી રંગાઈ ગયેલી મોસમ જેવી
તું.


Rate this content
Log in