STORYMIRROR

Punit Raval

Others

3  

Punit Raval

Others

ચહેરાની ભાષા

ચહેરાની ભાષા

1 min
13.7K


ઘણીવાર
તેના નાજૂક હોઠ ઉપર
“હું ધિક્કારું છું“
એવા શબ્દો સાંભળ્યા છે.

 મારા ઉદાસ અને હતાશ થઇ જતા
ચહેરાની ભાષા

 તેણે વાંચી પણ હશે,
સમજી પણ હશે.

 એના હૃદયમાં પણ પ્રેમ છે.
મેં અનુભવ્યો પણ છે.

 હવે હું રાહ જોઈ રહ્યો છું.
કદી પણ ના કરમાય એવા ફૂલોની સુગંધ
જેવા શબ્દો દ્વારા

 એ એકવાર તો કહે:
“હું ધિક્કારું છું”

 અને પછી હળવેથી ફરીથી કહે :
“ હું ધિક્કારું છું,પણ તને નહી.”


Rate this content
Log in