નેઈમપ્લેટની નીચે જિવન જેવું લખ
નેઈમપ્લેટની નીચે જિવન જેવું લખ
1 min
27K
નેઈમપ્લેટની નીચે જિવન જેવું લખવું
અમથેઅમથું કાંઈ નહી ભીતર ચીતરવું.
મીઠુંમધ છે એવું જ્યારે જાણ્યું ત્યારે
સાચુકલાં ફળ માટે લાગ્યું હોવું ખતવું.
કેમ કહો છો આઘા રહેવા પરમ પ્રેમથી
થઈ જશે જો ક્ષણમાં થાશે સાથે મરવું !
ભારેખમ છે પંખી એ તો સૌ કહે છે
ઊંચકો ત્યારે લાગે પીંછું બિલકુલ હળવું !
પીંછું ચાહ્યું ત્યારે સાચો પરિચય લાધ્યો
પંખી બનવાને પડતું ભઈ ભારે મથવું !
