નદી
નદી
1 min
284
ચલ છું ...અવિરત છું,
એક નદી છું,
પરંપરા અને સંસ્કૃતિની સાક્ષી છું,
એક નદી છું,
ક્યાંક રૌદ્ર સ્વરૂપ ક્યાંક શાંત
ક્યાંક..ખળખળ વહેતી છું,
એક નદી છું,
જીવનની અનમોલ કડી છું,
એક નદી છું,
એક જીવંત ખેડુની જિંદગી છું,
એક નદી છું,
ક્યાંક ભૂગર્ભમાં સમાતી પહેલી છું,
એક નદી છું,
ઝરણાંના સ્વરૂપથી બનેલી છું,
એક નદી છું,
અંતે સાગર -ક્ષીર સમાઇ છું,
એક નદી છું !
