નાવ
નાવ
1 min
262
મારી આ દેહરૂપી નાવ ભરોસે તારા
હવે તું રાખજે તેની સંભાળ,
જીવનમાં સુખ આવે કે દુઃખ
હવે તું રાખજે તેની સંભાળ,
ન મનમાં કોઈનું હું વિચારું બુરું
એની હવે તું રાખજે સંભાળ,
સૌને મદદ કરવા હાથ રહે કાર્યરત
એની હવે તું રાખજે સંભાળ,
તારું સ્મરણ રહે સતત મનમાં
એની હવે તું રાખજે સંભાળ.
