નાનકી
નાનકી
તારી એ માસૂમિયત,
તારો એ કાતિલ ગુસ્સો,
તારી એ ફૂલ જેવું કોમળ હાસ્ય,
મને ગમે છે મારી નાનકી.
તારું એ મને ભાઈ ભાઈ કહેવું,
ટી.વી.ના એ રિમોટ માટે સતત ઝઘડવું,
જોઈતી વસ્તુ માટે મને જાત જાતના મસ્કા મારવા,
મને ગમે છે મારી નાનકી.
સવારે પથારીમાંથી મારુ ગોદડું ખેંચી મને ઉઠાડવો,
બહારની વસ્તુ ખાવા માટે મને વારંવાર કહેવું,
જન્મ દિવસે મારી પાસે જાત જાતના તારા એ ગિફ્ટ માંગવા,
મને ગમે છે મારી નાનકી.
મારી સાથે સતત ઉભા રહેવું,
દરેક વખતે મારો સાથ આપવો,
મારા પ્રોબ્લેમ વખતે મારા એ આંસુ લુછવા,
મને ગમે છે મારી નાનકી.
તું ભલે ગુસ્સે થા, ઝઘડે કે પછી મને મારે,
તું જે પણ કરીશ એ મને ગમશે,
કેમ કે તારા એ ભાઈને,
ગમે છે એની નાનકી.
