મુજ ખાતર
મુજ ખાતર
1 min
632
હારી છું, તૂટી છું, ટુકડામાં વિખરાઈ છું,
પરિસ્થિતિથી હું હવે થોડી ગભરાઈ છું.
કહેશે લોકો નફ્ફટ મને શું પડી છે જમાનાની,
નહીં આવે લૂછવા આંસું કરશે ફકત દેખાડો.
ઉઠાવશે આંગળી મુજ પર કરશે તીખા વાર,
ઝેર મેં પીધા જાણીને હવે આ શું કરશે વાર.
હરાવવી મને પાડવી જુઠ્ઠી એક જ મકસદ દુનિયાનું,
માથે કફન બાંધી નીકળી હવે શેરની ના હારે કોઈનાથી.
ભૂલ થઈ સ્વજનોની કરી મૂક વાણીથી ઘાયલ મુજને,
ઘાયલ શેરની તગડો વાર કરે ભૂલે તો એજ લાજે મરે.
દઉં પરિસ્થિતિને માત જો આવે લડવા મુજને સાથ,
નિક્સ હારશે તૂટશે પડશે ફરી ઊભી થશે પોતાને કાજ.
