Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

મુજ હૈયું

મુજ હૈયું

1 min
6.8K


યુગ યુગથી જોને તરસ્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

હતી પ્યાસ કેવી જબરજસ્ત મારી,
પિવડાવી તેં ઘૂંટે ઘૂંટે ચાહત તારી,
ખિલખિલાટ જોને, કેવું હસ્યું મુજ હૈયું.
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

વહાલના વહાવ્યા દરિયા તેં પ્રિયતમ,
ખુશીઓના લૂટાવ્યા ખજાના તેં સનમ,
તેથી તો, તુજ દિલમાં વસ્યું મુજ હૈયું.
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

તમારી મુગ્ધ અદાઓને કરવાં છે નમન,
લૂટાવી દીધી મસ્તી ને ખીલી ઊઠ્યો ચમન,
ઉમંગે જોને, મનભરીને નાચ્યું મુજ હૈયું.
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

ડાઘ તો છે તમારા અત્તર છાંટેલ રુમાલના,
તમે પણ છો ને જાદુગર કમાલના,
જોયું કેવી મસ્ત નજરે વાંચ્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

મન મૂકીને નાચ્યાં, રાખી કંઈ ન કસર,
આ જે છે તે, તારા સંગની છે અસર,
કેટલા વર્ષો બાદ, આજ મલક્યું મુજ હૈયું.
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

આંખોમાં રમે છે 'જશ' પંખીઓ હસીનાં,
ચહેરા પર મારા ખીલ્યાં છે ગુલાબ ખુશીનાં,
ભાવનાં આંસુઓથી, કેવું છલક્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

યુગ યુગથી જોને તરસ્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.


Rate this content
Log in