STORYMIRROR

kusum kundaria

Others

3  

kusum kundaria

Others

મઠારી છે જિવનની રીત

મઠારી છે જિવનની રીત

1 min
13.8K


મઠારી છે જિવનની રીત, સાદી રીતથી,

નથી કાને કદી લીધા જગતના વેરને.


વળી ના ઝંખના રાખી અમે કોઈ ભલે,

સદા પીતા રહ્યાં છાના રહીને ઝેરને.


છતાં કેવી હવા ચાલી સમજદારી તળે,

અમે ભૂલી ગયા, આપ્યા તમે એ 'કેર' ને.


મળી જાશે કદી એ ભૂલથી તો માનજો,

ફરીથી પૂછશું એને મજામાં લહેરને ?


વધી જાશે ફરી જખ્મો, સહી લેશું અમે,

અને ના ભૂલશું તો છોડશું આ શહેરને.


સામગ્રીને રેટ આપો
લોગિન