મથામણ
મથામણ
1 min
250
મથ્યો કઈંક શોધવાં
દ્રાવણ એવું તેજીલું
જે ઓગાળે દુન્યવી દરેક દ્રવ્યને
પીગાળે ભલભલી કોઈ ચીજને
મળ્યું જયારે મહા પ્રયત્ને
દ્રાવણ એવું તેજીલું
ઓગાળે દુન્યવી દરેક દ્રવ્યને
ઝીલવાં એ ઝેરને પાત્ર કોઈક આપશો
ભલભલી તિજોરી રાતે તોડતો
મહા ચોર રાખ્યો ચોકીએ
ઘોરતો રાખે દિન રાત એ ચોરને
કોઈ નુસખો હોય તો બતાવજો
મથ્યો કઈંક શોધવાં
શાંતિદાયક નાનું ઝૂંપડું
લ્હાયમાં ને લ્હાયમાં
લાક્ષા ગૃહ લઇ બેઠો વેરની હોડમાં
