STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

મતદાન

મતદાન

1 min
30

પ્રમુખ ચૂંટવામાં માપવાની હોય તાકાત, 

કાગળિયાં કેરા મતની શું ગણવી ઓકાત ? 


મતપત્રકમાં બગાડવા શું કાગળ અમસ્તા, 

ભાઈ મત તણાં દાનેશ્વરી શું એટલાં સસ્તા ? 


રીત ક્યાં થોડી ઉમેદવાર માપવાની શક્તિ, 

ગણી લ્યો કેટલાં કરે છે રોજ પૂજા ને ભક્તિ ?


ઉભા રાખી રિંગમાં ખુલ્લા બદને ઉમેદવાર, 

કરવાં દ્યો બથંબથી ને એકબીજા પર પ્રહાર


હાકલ પડકારા ને જાજેરો કરવાનો છે દેકારો, 

કામની જરૂર શું ખાલી બકવાસને આવકારો 


દશ પંદર મિનિટમાં આવશે તરત નિકાલ, 

અદકેરો કરે પ્રહાર એજ દેશની સુધારે કાલ 


પ્રમુખ ચૂંટવામાં માપવાની હોય તાકાત,

જીતનાર એ કુસ્તી લ્યે લૂંટી છુપી જકાત 



Rate this content
Log in