Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

મતદાન જાગૃતિ

મતદાન જાગૃતિ

1 min
198


આજે ચોતરફ ઢોલ ઢબુકિયા રે,આપણે ફટાફટ ડગલા ભરીએ રે...

ઓ મતદાતા...આ અવસર એમ ન ગૂમાવીએ રે...ઓ મતદાતા,


મતદાતાઓ આનંદ કરો,

નેતાઓ વિનવતા વિનવતા 

દ્વારે આવ્યા રે નાચો ગાવો,ડીજે ને ચડસાચડસી કેરા પડઘા ધરણી ઉપર પડ્યા રે...ઓ મતદાતા...


આપણે તો રહ્યા ઘડવૈયા રે...આપણા મતની તાકાત બતાવીએ રે...ઓ મતદાતા..


વ્હાલા થોડા ઉતાવળા હાલો...જો જો ઉત્સાહી મતદાતા અવસર અજાણતા છૂટી ન જાય,

જરા ચેતન થાજો,

સૌ જનતા હોંશે હોંશે બાંયો ચડાવી કોલરને ટાઈટ કરો...


ન સુતેલા વાયદા સાંભળો ન નાસ્તાની લાલચ કરો,ન દયામણા ચહેરા જોવો,

લાલચ પડશે ભારે રે જનતા ચેતીને ચાલો,આ અવસરને આનંદે વધાવો રે...


આપણો એક એક મત છે સોનાનો રે,ન વેડફાઈ જાય જરા ચેતીને ચાલો...આ અવસરને હાસ્ય ઉમંગે સૌ વધાવજો રે ઓ મતદાતા...


આપણે યુવાપેઢી દેશની તાકાત છીએ આ વાત મનમાં ગાંઠ એવી વાળીએ કે ન છૂટે ઝટ, આપણે ભારતનું ભાવી છીએ, દેશને વિકાસશીલથી વિકસિત બનાવવા પ્રયાસ કરીએ...

ખોટા ઉશ્કેરાટમાં ન આવીએ રે...

ઓ મતદાતા,આ મત આપવાનો અવસર એમ ન ગુમાવીએ રે...


ચૂંટણીના અવસર વધામણાં અમૂલ્ય મતદાનથી કરીએ,

દેશને પ્રગતિના પંથે દોરી જાઈએ,સાચી સરકાર લાવીએ રે...ઓ મતદાતા...


ચૂંટણીના અવસરને સૌ દેશવાસી ભેગા મળી ઉજવીએ.


Rate this content
Log in