મસ્તાનું બાળપણ
મસ્તાનું બાળપણ


વહાલું વહાલું વહાલસોયું રમતિયાળ લાગતું,
બાળકનું આ મનલોભાવન મનોહર બાળપણ !
તેની ક્રીડા ને ચંચળતામાં, સૌના હ્દયે છવાતું,
ઊછળતું એનું શાણપણ!
કેવું આ મસ્તાનું બાળપણ !
મનભરીને સોગાતો આપવાનું મન થાય ને,
એની સંગે રમત રમાય જાય !
એ બાળના હસતાં ચહેરાને જોઈ,
એ જોશ મુજમાં સમાય જાય !
કેવું આ મસ્તાનું બાળપણ !
આજની ઘડીએ પણ સ્મરણ છે,
મારું પણ હતું આવું જ બાળપણ !
હવે યુવાનીના પંથે આવી,
હુંયે કરું એની વાતોથી મારું ડહાપણ!
કેવું આ મસ્તાનું બાળપણ !
રમતો ને કળામાં મશગુલ એ રહેતું ને,
કિલકિલાટ કરીને ખૂબ જ હસતું - હસાવતું !
ન હોય એને મન કોઈ ભેદભાવ,
સાનમાં વાત સમજાવી પ્રેમજાળમાં ફસાવતું !
કેવું આ મસ્તાનું બાળપણ !
બાલ્યાવસ્થાથી યુવાવસ્થાની આ સફર,
લાગે છે મધમીઠી એ સઘળી યાદો મધુરી !
બાળપણે સાંભળેલી વાર્તા હવે સમજાય હકીકતે,
એ બધી જ વાતો આજેય અનહદ જરુરી!
કેવું આ મસ્તાનું બાળપણ !
આવશે જ્યારે ધીમે ધીમે ચાલીને,
મારુંયે ઘડાતું હોંશ-જોશથી ઘડપણ આમ !
જ્ઞાનવૃધ્ધ થઈને ફરી પાછો જન્મશે,
ખીલેલું હસતું-રમતું આવું જ બાળપણ નામ !
કેવું આ મસ્તાનું બાળપણ !
પ્રહલાદ-ધ્રૂવની ભોળી ભક્તિને કદી ના વિસરું,
મીરાંની 'શ્યામ દીવાની' રમતને કેમ હું ભુલું ?
મારા પ્રેમપત્રમાં રક્તશાહીથી તારા રુપનું નામ ઈશ્વર!
એજ પળેપળમાં અંતે ઘડપણ સુધી હું ઝુલું !
કેવું આ મસ્તાનું બાળપણ !