મૃગજળ
મૃગજળ
હાથવેંત રણમાં વહેતું મૃગજળ ખળ ખળ,
નિશ્ચય નીર નીપજે શું ઉપયુક્ત કળ બળ.
પ્રકાશ કેરો શું પ્રત્યાવર્તન વલનનો ઠેકો ?
પ્રમાદ પ્રસારે પાંખો તો નસીબ સાથે બ્હેકો.
વરે રેતી મરુભૂમિ વળી જોઈ રણ રંગરૂપ ?
ભય ભ્રમણા લઘુદ્રષ્ટિ ભાંગે ભલભલા ભૂપ.
મર્યા મરીચિકા મૃગલા ઝાંઝવાં લખ લોભે,
ઊર્જસ્વી ઉદ્યમી નર વીર વિશ્વાસથી થોભે.
નથી મૃગજળ મક્કમ મન માનવીને અહીં,
વાયરે નીર ક્ષીર ને નવનીત નિપજે દહીં.
વીરાંગના સ્વપ્ને શૂન્યથી સુવર્ણમૃગ સર્જે,
રેતની રજત ને નીરનું ક્ષીર કરી કાર્ય ગર્જે.
હાથવેંત રણમાં વહેતું મૃગજળ ખળ ખળ,
દુર્ભેદ્ય અમૃત મહીં મૃગજળ બળે ભળભળ.