મોંઘવારી
મોંઘવારી


અરે ભાઈ મનોમન પાડ તો,
માનો મોંઘવારીનો,
કે એટલે તો એક અહીં,
હતો જમાનો સોંઘવારીનો,
ગમે ત્યાં જાઓ અત્યારે,
હોય છે કાયમ મોંઘવારી,
ને સાંભળો અમારા જમાનામાં,
હતી બહુ સોંઘવારી,
તોય પછી દેવ દર્શને,
રોજ ભીડ એટલી જબરજસ્ત,
સૌ માનવી મોંઘવારીમાંય,
સૌ મહાલે મસ્ત મસ્ત,
પાછું એ સમજાતુ નથી,
હોટલમાં કેમ ખાવાનું ખૂટે,
વળી બાગ બગીચે કેમ,
ચાલે બારમાસી લખલુંટે,
અમે જોયો નથી જીવતો,
કોઈ માનવી કળિયુગમાં,
જેણે નજરે જોઈ હોય,
સોંઘવારી વર્તમાન યુગમાં,
દીઠા કહેતા બહુ જ નો હતી,
સોંઘવારી નાનપણમાં,
ખિસ્સા ભરાતા એક રૂપિયે,
બઝારમાં બચપણમાં,
લખ્યો નિયમ મોંઘવારી આવે,
ને સોંઘવારી જાય,
મોંઘવારી આવે પણ,
સોંઘવારી જાય એટલે જાય,
અરે ભાઈ મનોમન પાડ તો,
માનો મોંઘવારીનો,
કે એટલે તો એક અહીં,
હતો જમાનો સોંઘવારીનો.