મોબાઈલ
મોબાઈલ

1 min

11.2K
મોબાઈલનો આવ્યો જમાનો રહી ગયા દંગ,
પ્રેમ પાંગર્યો આંગળીના ટેરવાને સંગ.
રુબરુ મુલાકાતના બદલાયા ઢંગ,
નીતનવી સેલ્ફીમા જામ્યો પ્યારનો રંગ.
નવો આવ્યો જમાનો નવા છે તરંગ,
નવી નવી આશાઓ ને નવા છે ઉમંગ.
નવી નવી કંપનીઓ એ છેડયો છે જંગ,
નવા નવા મોડેલોથી યુવાધન કરે સત્સંગ.
ધણી ધણીયાણીના સંબંધો થયા તંગ,
જયારથી વાપર્યો મોબાઈલરૂપી નંગ.