મંત્રી
મંત્રી
1 min
23.2K
મંત્ર ભણાવી બન્યા મંત્રી,
મંત્ર ભણીને રાખ્યા સંત્રી,
હાથમાં લીધા નવરા તંત્રી,
જમીન જાગીર જાણી જંત્રી,
ચૂંટણી ટાણે બન્યા યાત્રી,
જાત જાતની આપી ખાત્રી,
સભા ગજવી આખી રાત્રી,
વચન આપ્યા જાણે ધાત્રી,
ભય ભાડે ભર્યા ચર્ચાપત્રી,
ઓઢાડી ભ્રષ્ટાચારની છત્રી,
દેખાવ કર્યો સતી સાવિત્રી,
અંદર ખાને અન્ન અપવિત્રી,
મંત્ર ભણાવી બન્યા મંત્રી,
જુવાન રહ્યા ખાઈ જાવંત્રી.