મનોહર
મનોહર

1 min

11.6K
મુખડું એવું છે મનોહર
મોહ વધતો ઉત્તરોત્તર,
કેશ લહેરાય પવને કે
લાગે હૂબહૂ યશોધર,
ચંચળતામાં ચાતુર્થય
ને હૈયે સ્નેહ સરોવર,
નિષ્ઠાવાન દિનચાર્યે
સંસ્કારો છે ધરોહર,
અનન્ય વિશેષણ એટલા
માધવ ગીરીધર બંસીધર,
ક્યાં એ કોઈ અજાણ?
છે સાંજ એતો હરીહર.