મને પાર ઉતારો જી,
મને પાર ઉતારો જી,
1 min
314
મને પાર ઉતારો જી, પ્રભુ મને પાર ઉતારો જી
આંસુ ભલે આંખે છલકાવો, આગ જગાવો જી,
અંતરમાં મંથન માંડી છો ક્ષુબ્ધ બનાવો જી...મને.
ખાનપાન છો ભાન ભુલાવો, આમ જલાવો જી.
હરદમ રૂપનામના રસમાં મસ્ત બનાવો જી...મને.
દર્શન એક તમારું આપો, શાંતિ પ્રસારો જી,
અધિકાર જુઓ ના કૈં મારો, કરુણા ધારો જી...મને.
‘પાગલ’ આતુર અંતર તરવા આપણ વચ્ચે જી,
તારો ના તો આણ ભગતની, વાર કરો નાજી...મને.
