STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

મને એક વાત સમજાઈ ગઈ.

મને એક વાત સમજાઈ ગઈ.

1 min
175

એક વાત સમજાઈ ગઈ

ફૂલોના મુખે સુંગંધની કહાની સંભળાઈ ગઈ

નથી સુંગધ વિના કોઈ પુષ્પની કિંમત

બસ માનવમાં રહેલા ગુણોની કિંમત સમજાય ગઈ


મને એક વાત સમજાઈ ગઈ

ડાળીથી ફૂલને થતી વેદના મારાથી જોવાઈ ગઈ

આમ ચોધાર આંસુ એ રડતા ફૂલોની વેદના સમજાઈ ગઈ


મને એક વાત સમજાઈ ગઈ

મળી ફૂલને ભમરાની હર એક ક્ષણ ગુલાબી થઇ ગઈ

આ વાત પૂરા બાગમાં ચર્ચાઈ ગઈ


મને એક વાત સમજાઈ ગઈ

રંગોના મોહ માં,

આ ભમરા ની પૂરીજિંદગી ખર્ચાઈ ગઈ


મને એક વાત સમજાઈ ગઈ

કહેવું હતું ભ્રમર ને પણ ઘણું આ ફૂલો ને

પણ ફૂલોમાં હરખઘેલો બની ગયો

ને મનની વાતો મનમાં ધરબાઈ ગઈ


મને એક વાત સમજાઈ ગઈ

પરિવારની જુદાઈ શું છે એ સમજાઈ ગઈ

શાયદ એટલે જ એક કળી

ડાળીથી અલગ થઈ કરમાઈ ગઈ


મને એક વાત સમજાઈ ગઈ

ભ્રમરની મીઠી મીઠી વાતોથી,

એક કળી ભોળવાઈ ગઈ

ખિલતા પહેલા એ કરમાઈ ગઈ


Rate this content
Log in