મમ્મી મને ભણતાં આવડી ગયું
મમ્મી મને ભણતાં આવડી ગયું


મમ્મી મને અંગ્રેજી આવડી ગયું
મારે બોલવુ છે વન, ટુ ને થ્રી,
મારે અંગ્રેજી ભણતાં ભણતાં,
બચાવવા છે આસપાસનાં ટ્રી,
મમ્મી મને ગુજરાતી આવડી ગયું
એકડ એક, બગડ બેને તગડ ત્રણ,
મારે ગુજરાતી શીખતાં શીખતાં,
અટકાવવું છે જગતમાં રણ.
મમ્મી મને હિન્દી આવડી ગયુ,
હિન્દીમાં આવડી ગઈ ગિનતી,
હિન્દી શીખતાં શીખતાં બધા,
વૃક્ષો વાવે તેવી કરું છું વિનંતી.
મમ્મી મને ગણિત આવડી ગયું,
ગણિતમાં આવડ્યાં દાખલા,
મમ્મી મને ખબર પડી ગઈ કે,
વૃક્ષો છે પરોપકારી ને ભલા.
મમ્મી મને વિજ્ઞાન આવડી ગયું,
વિજ્ઞાનમાં આવડ્યાં પ્રયોગ,
વૃક્ષોનું નિકંદન કાઢીને તમે,
જગત ઉપર ના ફેલાવશો રોગ.
મમ્મી મને સંસ્કૃત આવડી ગયું,
સંસ્કૃતમાં આવડી ગયા શ્લોક,
મમ્મી મમ્મી વૃક્ષો જે કાપે છે,
એને સમજાવીને અવશ્ય રોક.