STORYMIRROR

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

મળ્યા છે મને

મળ્યા છે મને

1 min
27.1K


પુષ્પવત્ કોમળ દિલને સતાવનારા મળ્યા છે મને.

ક્યાં કદી ક્યારેય મુજને સમજનારા મળ્યા છે મને ?


મારી ઉન્નતિ આંખના કણાંની જેમ ખૂંચતી હતી,

ને પછી મારી અવનતિમાં હરખનારા મળ્યા છે મને.


હતા એ અસમર્થ મારી ઊંચાઈને આંબવામાં કદી,

પડછાયા પકડીને પગને ખેંચનારા મળ્યા છે મને.


સાવ સીધું સાદું ગણિત છે મને રોકવાના પ્રપંચો,

કરી સરાહના પીઠપાછળ બોલનારા મળ્યા છે મને.


કહેવાતા એ દોસ્તોના માર્મિક ઘા રુઝાયા નથી

મુખે સારા રહીને વિષને ઓકનારા મળ્યા છે મને.


Rate this content
Log in