મિત્ર
મિત્ર


મારી અધૂરપ ને પૂરું કરતું કોઈક મળ્યું
જેનું નામ મે મિત્ર રાખ્યું.
મારી દુનિયામાં તારા આગમન માત્રથી
જાણે મને ઉડવા માટે નવું આકાશ મળ્યું.
સોનામાં સુગંધ ભળી જાય એ રીતે,
તારી મિત્રતામાં હું ઓળઘોળ થઈ.
જ્યારે થતી કોઈ તકલીફ કે પડતી કંઈક મુશ્કેલી,
બસ તારી સાથે આવું એટલે થઈ જતી દૂર.
"આ તો સ્નેહ અને પ્રેમથી બંધાયેલો સબંધ છે,
હિંમત આત્મબળ અને વિશ્વાસનાં પાયા પર ટકેલ સબંધ છે,
ભલે દુનિયા જે ગમે એ કરી લે સ્નેહ અને પ્રેમનાં પાણીથી સિંચેલો સંબંધ છે."
ગમે ત્યારે ગમે તે કહેવાની છૂટ
ક્યારેક રિસાવાનું તો ક્યારેક માની જવાની પણ છૂટ.
એકબીજા પ્રત્યેની કાળજી અને બંનેના સહકારથી મિત્રતા ટકી રહે આપણી,
મતભેદ ભલે થાય આપણી વચ્ચે પણ મનભેદ ન થાય કદી.
મારો સારથિ તું અને તારો ફાયરબ્રિગેડ હું,
બંને ભેળાં થઈ મચાવિશું ધૂમ.