STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

મીઠો સાદ માનો

મીઠો સાદ માનો

1 min
27.6K


સંભળાય જયાં મીઠો સાદ માનો, ત્યાં લાગે મને

છું હજી નાનો.


અર્પી શીળી છાંય જેણે, હરપળે ઇચ્છયું હિત.

હોય ન સ્વાર્થ એના શ્વાસે, હેતુ વિનાની પ્રીત.

ભલેને અધૂરાં રહે અરમાનો... સંભળાય


દ્રષ્ટિ એની અમીભરી, જે હરસંતાપને ટાળે.

મૂકે પગ અગોચર તો, પગલાં પાછાં વાળે.

વયોવૃદ્ધનેય ગણતી નાનો.... સંભળાય


કલ્યાણકારી જીવન એનું, વિચારે સંતાનનું નિશદિન.

જાય દૂર જો નિજ થકી, તો તરફડે જ્યમ મીન.

ભલેને બદલતો જાય જમાનો... સંભળાય


થયો પ્રભુ સર્વવ્યાપી, ત્યારે ધર્યું 'મા' નું રુપ.

મંદિર નહિ ઘર બિરાજે, નહિ દિવા કે ધૂપ.

જેને સર્વસ્વ હોય સંતાનો.... સંભળાય


Rate this content
Log in