મહોરું
મહોરું
1 min
352
ઈશ્વરની દુનિયામાં માણસ નામનું છે એક મહોરું,
રડતું હોય દિલ પણ ચહેરા પર પહેરાય છે હાસ્યનું મહોરું,
અંતરનો અવાજ ક્યાં કોઈ સાંભળનાર છે.?
હૃદયના દર્દ છૂપાવવા પહેરાય છે ખુશીઓનું મહોરું,
જાતથી પણ વધુ વિશ્વાસ મૂક્યા પછી સમજાય છે,
કે આંસુઓને રોકવા માટે પહેરાય છે મેકઅપનું મહોરું,
અંધકાર ભરેલી હોય છે ઘણીવાર માણસની જિંદગી,
લાગણીઓ સંતાડવા પહેરાય છે ગુસ્સાનું મહોરું,
કોણ વાંચી શકે છે આજે આંખોની ભાષા,
ના વંચાય એટલે તો પહેરાય છે ચશ્માંનું મહોરું,
જીવન જીવતાં જીવતાં સમજાય છે સાચો અર્થ,
બસ એકલાપણું છૂપાવવા પહેરાય છે એકાંતનું મહોરું.
