મહેકે તારી યાદ
મહેકે તારી યાદ
1 min
176
શૈશવ તારી લીલા અપરંપાર
મહેકે તારી યાદ અવારનવાર,
એ રૂપાવટી નદી કિનારો
એ રણછોડરાય મંદિર ગામનો ચોરો,
ધૂળિયા રસ્તા બધાં મળતા અમસ્તા
એ થપોદા, ગરીયાને લખોટી મસ્ત મસ્તી,
આંબો, લીંબડી પીપળી ને પિલુ શેતૂર
વડલે ટહુકવાની મોજ અનેરી,
સાંજ પળે માતા ગોતે રખડુને
ભાયબંધુની ટોળી શેરીએ ઉજવણી,
હાટના ખિસ્સા ખાલી મૂઠ્ઠી ભરેલી
એ શૈશવ તારી દુનિયા નખરાળી,
મેલી માયા સંસારની ઊગ્યું શૈશવ
છોડ બધું કૂદી પડ રાહી સંસ્મરણમાં.
