મહેચ્છા
મહેચ્છા
1 min
13.5K
ફૂલોની જેમ થાવું અર્પણ,
મેળવવો આનંદ થઈ સમર્પણ.
અગરબત્તીની જેમ સળગાવી કાયા,
સુગંધ ફેલાવવી મૂકવી માયા.
જળની જેમ એકસરખુ વહેવું
સાગરમાં ભળવા આતુર રહેવું.
