STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મહાન પિતા

મહાન પિતા

1 min
214

જીવ આપીને જીવન ઘડનાર

કેમ કરી ભૂલાય ? 


જાત ખર્ચીને મકાન આપે, 

આરામદાયી જિંદગી બનાવે, 

એને કેમ કરી ભૂલાય ? 


ભૂખ્યા નહીં કદી સૂવાડે, 

જેના શ્રમથી ઘરમાં, 

અવનવા પકવાન રંધાય

એ કેમ કરી ભૂલાય ? 


ટાઢ તડકો સહી મૌન થઈ જાય,

સંતાનને આપે હર ઋતુનું રક્ષણ, 

એ રક્ષક કેમ કરી ભૂલાય ? 


માં જેના પગલે હરદમ ચાલે, 

એ પરિવારનો પરમેશ્વર, 

કેમ કરી ભૂલાય ?


"માં"ચાલતાં શીખવે, ઘૂંટણિયેેથી પગભર,

પણ, પિતા તો પગભર

ઊભો રહેતાં શીખવે જીવનભર,

એ પિતા કેમ કરી ભૂલાય ? 


પરિવારનું છત્ર છાયા કહેવાય,

એ મહાન પિતા કેમ કરી ભૂલાય ? 


Rate this content
Log in