મહાદેવ હર
મહાદેવ હર
1 min
27.7K
સ્મરણ કરતાં પાતક ટાળે હર હર મહાદેવ.
જીવને શિવ પ્રતિ જે વાળે હરહર મહાદેવ.
પંચાક્ષરના જાપમાં રહ્યું સાફલ્ય જીવનનું,
ઉઠતા અહંને એ ઓગાળે હરહર મહાદેવ.
ગ્રંથિ છૂટે સ્વાર્થની વિશ્વ કલ્યાણના વિચારો,
વિધિના અવળા લેખ ટાળે હરહર મહાદેવ.
નથી દાતાર શિવ સમા જગતમાં મળનાર,
ભક્ત આશા પૂરે તત્કાળે હરહર મહાદેવ.
માગ્યું વર દેનારા શિવજી અવઢર દાની છે,
છોડાવે જે જગ ઝંઝાળે હરહર મહાદેવ.
