STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મહા માનવ

મહા માનવ

1 min
214

દિલ દેખી ડરું, પથ્થર દેખી પૂજા કરું,

દયા, ધર્મ, ત્યાગ ને સેવાની વાતો કરું, 

લાંચ, રુશ્વત, સંગ્રહખોરીને વર્તનમાં ભરું, 


સંબંધમાં પણ પ્રેક્ટીકલ થઇ ફરુ, 

છું, હું નિખાલસ એવો ડોળ પાકુ કરું, 

અકકડ સ્વભાવથી બધાને નડું, 


માનવમાં સરળ સ્વભાવની હું શોધ કરું, 

દેવ, ઈશ્વરની વાત ક્યાં કાને ધરું,? 

હું,"મહા માનવ" છું, મનમાની કરું, 


નિયતિ, કર્મ ને ઈશ્વરથી ક્યાં ડરુ ? 

માઈન્ડ, મોડન મારુ, પ્રભુને યાદ હું ક્યાં કરું ? 


Rate this content
Log in