STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મેળાવડો

મેળાવડો

1 min
326

મેળાવડો કરીને દેખાડો થાય છે,

સમારંભમાં અન્નનો બગાડ થાય છે.


ભેગા થાય એટલે નિંદારસ થાય છે,

સમારંભમાં ફેશનની પરેડ યોજાય છે.


મેળાવડા સેલ્ફી લેવાનાં કેન્દ્ર બને છે,

સગાં સંબંધી કરતાં ફોટા વધુ પડે છે.


પેહલા જેવી સમારંભમાં ક્યાં મજા છે,

ખાલી હાજરી પૂરવા ની હોડ લાગે છે.


મેળાવડો તો મનનાં મિલન નું કારણ છે,

પણ આજે ઔપચારિક જ રહી ગઈ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન