મેહુલિયો
મેહુલિયો
એ વરસાદ, ધરાને જાય ભીંજવતો,
મને સાદ કરતો એ અહીંથી નીકળતો,
તારા વિના મૂંઝાઈને એકલો હું આહ ભરતો,
વીજનો ચમકાર, તોડે એકાંતનો તાર,
'મન' ને ભાવતો યાદનો ભાર,
છે બધું, નથી એ નિશાની, નિશા તણી,
હતું દિલદાર દિલ, દિલની વાતો લીધી વણી,
ખફા હતી, બેવફા હતી, ન હતી મારી કે તારી,
માયા હતી, કાયા હતી, કે છાયા હતી,
હતી પરછાય, પણ પોતાની કરી,
જિંદગી ફના કરી,
આવે વરસાદ ને જાય વરસાદ,
મને સાદ કરતો, એ અહીંથી નીકળતો,
એ વરસાદ ધરાને જાય ભીંજવતો,
જાય મને આમંત્રણ આપતો,
મારા પાણીનાં અણગમને એ જાણતો,
મને ખુબ ચીડવતો, દૂરથી સાદ કરતો,
એ વરસાદ અહીંથી નીકળતો.
