STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મેહુલિયો - મેહુલિયાનું રૂપ

મેહુલિયો - મેહુલિયાનું રૂપ

1 min
165

ધરાની તરસ મિટાવા આવે છે મેહુલિયો, 

ધરતીને લીલુડી વન કરવા આવે છેે મેહુલિયો, 


જંગલનાં, પક્ષીઓને નૃત્ય કરાવવા આવે છેે મેહુલિયો, 

ક્યાંક ઝરમર ઝરમર આવે મેહુલિયો, 


ક્યાંક અનરાધાર વરસે મેહુલિયો, 

ક્યાંક ગાજવીજ સાથે,અતિવૃષ્ટિ થાતો મેહુલિયો, 


તો વળી, ક્યાંક કોરુંધાકોર રાખી ઉપવન, 

તેનાં અવનવા રૂપ દેખાડતો મેહુલિયો,


કરી ખેતરને ઉજ્જડ, કરી જાનમાલ ખુંવારી,

રંજાડતો આમ ગરીબ ખેડૂતને આ મેહુલિયો,


ક્યારેક રુદ્રરૂપ દેખાડતો આ મેહુલિયો,

ક્યારેક સમ વરસી પ્રકૃતિને પ્રેમ કરતો મેહુલિયો,


સમયસર, સપ્રમાણે આવી નરનારીને, 

હરખાવતો આ મેહુલિયો,


કાગળની હોડી તરાવવા બાળકોને બોલાવતો, 

આ નખરાળો મેહુલિયો,


કીડી-મકોડા, દેડકાને ધરા પર ફરવાં બોલાવતો, 

આ મિજાજી મેહુલિયો,

ધરા પર આવે ને,જાય,

ક્યારેક સંતાય પણ,જાય,

આ શરારતી મેહુલિયો,


મોસમે આવે, ક્યારેક કમોસમે પધારે,

ક્યારેક લુપાછૂપી ખેલે આ મેહુલિયો.


Rate this content
Log in