માયાજાળ
માયાજાળ
1 min
352
બાળપણમાં વરી ચૂક્યા'તા મીરાં તો ગિરિધરથી,
પછી કદી ના અળગા રહ્યા એ તો મુરલીધરથી !
માતપિતાએ સગપણ એનું કીધું રાણાજી સાથ,
પણ મીરાંને લગની લાગી હતી શામળિયા સાથ !
હાર ને આભૂષણ ઘણા, રાણા મીરાંને મોકલાવે,
પણ મીરાં નિજ કંઠને તુલસીમાળાથી સોહાવે !
રાણો કહે મીરાંંને, સેલા ઘરચોળા પહેરોને રાજ,
મીરાંંએ પડવા ન દીધી ભગવામાં બીજી ભાત !
થાકી હારી રાણાજીએ તો ઝેર કટોરી મોકલ્યું,
કીધું હરિએ તે અમૃત, મીરાંએ તો પીને જાણ્યું !
સ્પર્શી શકી ન કદી મીરાંને દુનિયાની માયાજાળ,
મસ્ત મગન બની નાચે એતો લઈ હાથે કરતાલ !
